૨૧
આજ તો રોકડું કલ્યાણ છે તે દેહ છતાં જ કલ્યાણ. લાખ જન્મ તપ કરે તો પણ કલ્યાણ ન થાય, તે આજ ચાર વર્તમાન પાળવામાં કલ્યાણ. આ તો બગાસું ખાતાં સાકરનો ગાંગડો મળ્યો છે. મહારાજનો અને મોટાનો મહિમા સમજાય ત્યારે શ્રદ્ધા વધે, ને દેહના ઘસારાને પણ ગણે નહિ, ને માન અપમાનને પણ ગણે નહિ, અને ધ્યાન સેવામાં તત્પર થઈ જાય.