૩૫
શ્રીજીમહારાજની મૂર્તિ અકળિત છે ને સુખ પણ કળાય એવું નથી, એ તો અપાર છે. તે અનાદિમુક્ત અનાદિ કાળથી મૂર્તિમાં સળંગ રહીને નવીન નવીન સુખ લે છે, એમને મૂર્તિનો કે સુખનો પાર આવતો નથી. મુક્તને અનંત લોચન છે તે સર્વત્ર દેખે ને ભોગવે તથા રોમ રોમ પ્રત્યે જોવાપણું ને ગ્રહણ કરવાપણું છે. એવું સુખ છે, માટે મૂર્તિ વિના સર્વે ખોટું કરવું.