૧૩૦
મહારાજના મોટા અનાદિમુક્ત સર્વે વાતને હસ્તામળ જાણે છે. એવા મોટાને જીવના અનંત જન્મની ખબર છે જેથી એ કોઈને અવળું પડે તેમ કહે કે કરે નહિ, પણ કદાચ કાંઈ કહ્યુંને આપણે જાણીએ કે મારે વિષે તો આવું કાંઈ નથી તો એ બીજા જન્મનું હશે એમ જાણીને મોટા મુક્તનું વચન સત્ય માનવું, પણ તેમાં તર્ક કરવો નહિ ને મુંઝાવું પણ નહિ. એવા મોટા મુક્ત મનુષ્ય જેવા દેખાય છે પણ મનુષ્ય જેવા ન જાણવા. એ તો સદાય દિવ્ય જ છે. "નરનારાયણ દિવ્ય મૂર્તિ સંતનકો વિશ્રામ." એમ એ તો સદા દિવ્ય મૂર્તિ છે.