૧૧

મુક્ત અનાદિ છે પણ ભજીને થયેલા નથી. જો ભજીને થયેલા કહીએ તો કોઈક વખતે શ્રીજીમહારાજ એકલા હોવા જોઈએ પણ એમ નથી. જેમ મહારાજ અનાદિ છે તેમ મુક્ત પણ અનાદિ છે. મહારાજનો મહિમા તો અતિશય અપાર છે અને અનાદિમુક્ત મહારાજની મૂર્તિમાં રહીને સદા સુખ લે છે. મહારાજની ઇચ્છાથી અહીં મનુષ્યરૂપે દેખાય છે તે મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે. અહીં આવતા જતા નથી ને દેહ જણાવે છે તે દેહની ક્રિયા મહારાજ કરાવે છે ને જીવને ઉપદેશ પણ મુક્ત દ્વારે મહારાજ કરે છે. જે મુક્ત દ્વારે જીવને ઉપદેશ કરે છે તે મુક્તના જેવો જીવને કરે છે અને તે મુક્તની જોડે એ જીવને રાખીને તે મુક્તના જેવું સુખ આપે છે. જે મુક્ત દ્વારે જે જીવ મુક્ત થયો હોય તે મુક્ત તેને પ્રધાન રહે છે. જેમ આકાશમાં લૂ વાતી હોય તેમાં ચિત્ર વિચિત્ર રવરવાટ થાય છે તેમ મહારાજની મૂર્તિમાંથી તરેહ તરેહનાં અનંત સુખ આવે છે.