૬૩
આજ મોટા મોટા સત્સંગમાં બેઠા છે, તેમનો જોગ કરીને પૂરું કરી લેવું. આ સભા અક્ષરધામની જ છે અને ત્યાં જ વાતો થાય છે. શ્રીજીમહારાજે નરનારાયણના સમ ખાધા છે, માટે આ સભા અક્ષરધામની જાણે તો સુખના સમુદ્રમાં ઝીલે. દાસાનુદાસ થાય તો મૂર્તિમાં જોડાય. ત્રિવિધિના તાપ સહન કરીને મૂર્તિમાં જોડાઈ જાવું, તેમાં સુખ છે. જેમ દૂધને સાકર એકરસ થઈ જાય છે, તેમ મૂર્તિમાં રસબસ થઈ જાય તો ત્રિવિધિ તાપ ન નડે.