૧૧૦

મોટા મુક્તને વિષે સદાય દિવ્યભાવ રાખવો. અક્ષરપર્યંત તો સર્વે ખોટું છે તેને ખોટું જાણીને શ્રીજીમહારાજની મૂર્તિનું અનુભવજ્ઞાન થાય તો સાક્ષાત્ મૂર્તિમાંથી તેજ ઝળળળ ઝળળળ નિકળે છે તે દેખાય અને મૂર્તિમાં લઈ જાય. આજ મોટા અનાદિ જીવને લેવા આવ્યા છે તેમનાં દર્શન થાય, દૃષ્ટિ પડે, વાયુ ભટકાઈને અડે તેનાં કલ્યાણ થાય છે.