૧૧૧

પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાંથી ખુશબો ઊઠે છે તે ખુશબો મુક્તોને ખેંચે છે અને મૂર્તિ સાથે રસબસ કરે છે, તે અનુભવજ્ઞાન. આપણને જ્યાં સુધી પુરુષોત્તમનારાયણનું એવું જ્ઞાન નથી થયું ત્યાં સુધી જ્યાં ત્યાં વલખાં કરીએ છીએ. સ્વામિનારાયણને ઘેર બધી વસ્તુ છે. મહારાજ કહે અમારા સંતને ને અમને જેવડા જાણશો તેવડા તમે થશો. મહારાજે બે કલમ મૂકી છે. તે અક્ષરધામની સભા તથા મૂર્તિને વિષે ધાતુ કે પાષાણાદિકનો ભાવ નહિ. અમારો તો સિદ્ધાંત એક જ છે, તમે મરડી મચડીને ક્યાંઈ લઈ જાઓ તો ભલે. મોટાને એમાંથી કોઈ સાથે ન ગણીએ તો સમજનારો ક્યે ઠેકાણે જાય! મહારાજે આ સભાને અક્ષરધામનો દરવાજો કહ્યો છે. પૂરું તો સાક્ષાત્કાર અનુભવજ્ઞાન થાય અને મહારાજની મૂર્તિમાં જોડાઈ જવાય ત્યારે જ થાય.