૨૭
શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખ તો અપાર છે તે જ્યારે ખરેખરી એ સુખમાં ગતિ પહોંચે ત્યારે એને જાણપણું રહે, પણ એ સુખમાં ગતિ પહોંચી ન હોય ત્યાં સુધી ઓરું રહેવાય છે. એ સુખમાં જેની ગતિ પહોંચી છે તે તો એ સુખમાંથી પાર પામતા જ નથી. જ્યાં સુધી એ માર્ગમાં સિદ્ધતા થઈ નથી ત્યાં સુધી શ્રીજીમહારાજનો ને તેમના મુક્તનો મહિમા બરોબર સમજાતો નથી.