૧૪૮

સર્વેના કારણ શ્રીજીમહારાજ છે ને તેમનું કાર્ય અનંત અવાતર, ઐશ્વર્ય વિભૂતી છે. માટે તે કાર્ય-કારણરૂપ શ્રીજીમહારાજની સમૃદ્ધિ ને સામર્થી જોઈ મહારાજનો મહિમાએ સહિત નિશ્ચય રાખીને દિવ્ય મૂર્તિનું ધ્યાન કરવું. મહારાજ તથા મોટાને વિષે સદાય દિવ્યભાવ રાખવો. મોટાની અનુવૃત્તિમાં સુખ છે. મહારાજની મૂર્તિમાં રસબસ રહેવું. પ્રગટ ભગવાન, પ્રગટ મુક્ત, પ્રગટ સંત હોય ત્યારે માણસને સમજાય નહિ, પણ પછી આવા મળે નહિ; માટે મહિમા બહુ સમજવો.