૬૧

'અક્ષર પર આનંદઘન' એટલે અક્ષરથી પર આનંદઘન જે પોતાનું તેજ તેમાં શ્રીજીમહારાજ પોતાના મુક્તો સહિત રહે છે, ત્યાં તેજના ફુવારા છૂટે છે, તેમાંથી ખુશબો આવે છે, તે ખેંચીને મૂર્તિમાં લઈ જાય છે, માટે તે મૂર્તિમાં રસબસ થઈ રહેવું. ભક્તિ સેવા કરીએ તેમાં મહારાજ ભેગા ને ભેગા રહે, એવી રીતે કરવી.