આપણું બેસતું વર્ષ : ૬
મંગલમય ઘનશ્યામ શ્યામ સૌના દિવ્યાકૃતિ છે સદા,
મુક્ત અનાદિ દિવ્ય નાથ સાથે મૂર્તિરૂપે સર્વદા;
તદરૂપ રસબસભાવ તલ્લીન રહે સાકાર જેમ શ્રીહરિ,
અવતારી અવતાર રીત ન્યારી મૂર્તિ રહ્યા છે ધરી. ૧
અક્ષરધામ અખંડ તેજ જ્યોતિ અંબાર છે તેજનું,
મધ્યે મનોહર મોક્ષરૂપ મૂર્તિ નરરૂપ દિવ્યતનું;
સહજાનંદ આનંદ કંદ સહુનાં સર્વોપરી રાજતા,
સુખના સાગર પ્રાણરૂપપ્રભુ ત્યાં અખંડ બિરાજતા. ૨
શોભેમુક્ત સદાય શ્યામ સન્મુખ અગણિત તેજેભર્યા,
પરમ એકાંતિક નામ ધામમાંહી સુખસુખમાં જે ઠર્યા;
એવા દાસ અખંડ દિવ્યરૂપે ધામે સભા એહની,
સર્વાંગે જ્યાં તેજ તેજ ઝળકે અદભુત શોભા બની. ૩
એકાંતિક પણ ધામરૂપ થઈને સત્સંગમાં સૌ રહ્યા,
ભક્તિ ધર્મ ને જ્ઞાન સિદ્ધ કરતાં વૈરાગ્યવંત જે થયા;
આવો દિવ્ય સમૂહ ધામ કેરો સત્સંગમાં જાણવો,
અંતર આનંદકંદરૂપ રાખી, આનંદ પરમાણવો. ૪
આજે મંગળવર્ષ માસ મંગળ, મંગળ દિવસ આવિયો;
મંગળમય મહારાજ રાજ રાજે, ઉમંગ ઉલટાવિયો;
મંગળ કરવા કાજ આજ આવ્યા હરિકૃષ્ણ કરુણાનિધિ,
દિવ્યરૂપ ઘનશ્યામ પોતે સંભાળ સૌની લીધી. ૫
આજના મંગળ પ્રભાતથી શ્રીજીમહારાજની તમો સહકુટુંબ પર અમૃત નજર રહો.