પત્ર : ૧૪૪

મૂર્તિ મેળવવા લાખો પ્રકારના યત્ન કરવા પડે તેમ શાસ્ત્રમાં લખાણ છે. આપણને મહારાજે વગર મહેનતે કૃપા કરીને દિવ્ય સુખ પમાડ્યું છે. મૂર્તિના આધારે સુખ. મુક્તો પણ મૂર્તિના આધારે, એટલે ‘‘સહેજે મળ્યા સહજાનંદ, પુરુષોત્તમ પ્રગટી રે’’, એમ સહજ સ્વભાવે આત્યંતિક મોક્ષનો લાભ મળ્યો છે.