પત્ર : ૭૪
સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનાં વચન છે કે, ‘‘આ તો અનંત ભગવાનના ભગવાન છે. જીભ ઝાલી રાખીએ છીએ, જેમ છે તેમ કહીએ તો અર્ધી સભા તો ઊઠી જાય એવું સૌને ભારે પડે તેમ છે !’’ આપણને તો આવાં ઘણાં મહિમાનાં વચનો પડ્યાં એટલે હવે ખમાય છે. આપણા ભાગ્યનો પાર ન કહેવાય, કેમ કે દેહ મૂક્યા પછીની પ્રાપ્તિનો નિર્ણય દેહ છતાં કરીએ છીએ છીએ અને મનાયું પણ એવું છે કે દેહ મૂકીને જેને પામવું હતું તે છતા દેહે મળ્યા છે.