પત્ર : ૧૧૫
શ્રીજીમહારાજ તથા મહામુક્તોએ દિવ્યભાવ પમાડવા અનેક પ્રકરણો કરી બતાવ્યાં. એવાં પુસ્તકો આપણે ત્યાં છે, પણ એ પુસ્તકો મોટા મુક્તના પ્રસંગે જેવા સમજાય છે તેવા પોતાની મેળાએ સમજાતા નથી, તેનું કારણ આપણી અપૂર્ણ સ્થિતિનું છે. થોડું ભણેલા મોટાં પુસ્તકો વાંચવા, વિચારવા ઇચ્છા કરે, પણ તે નકામી. વચનામૃતમાં મહારાજે મોટાનો મહિમા સમજવા તથા તેમના જોગે ભગવાનની પ્રાપ્તિ કરવા ઘણું સમજાવ્યું છે. બાપાશ્રીની કૃપા પણ એવી જ છે એટલે આપણને બે ભાગની વાતનો લાભ મળ્યો છે. આપણે કહીએ કે મોટાનો જોગ ક્યારે થાય ? એમ તો આપણાથી કહી શકાય તેવું નથી, કારણ અ. મુ. સદગુરુ ભગવત્સ્વરૂપદાસજી સ્વામી, અ. મુ. સદગુરુ શ્વેતસ્વામી જેવા મોટાએ આપણને પોતાના કર્યા છે, છતાં આપણે ઉપર ઉપરનો લાભ મેળવીએ છીએ. હાથ મૂકે, બોલાવે, મળે, વઢે, વખાણે - આ બધું થતાં આપણે સંપૂર્ણ માની બેસીએ છીએ, પરંતુ મહારાજની મૂર્તિનું અખંડ અનુસંધાન રાખવું.