પત્ર : ૧૨૦
આનંદનું મૂળ મહારાજ છે એ વાત મુખ્ય રાખવી. બાપાશ્રી કહે છે કે મૂર્તિમાંથી સુખના ફુવારા છૂટે છે, મૂર્તિ સુખનો સમુદ્ર છે. તેથી એમ જાણવું કે જ્યાં જ્યાં આનંદ જેવું છે તે બધું મૂર્તિનું જ છે.
‘‘ચાકરકી મોટપ કહાં ?
સબ લાજ ધણી કો.’’
આપણે શ્રીજીમહારાજના દમ વિનાના દાસ છીએ, માટે એ આપણી રક્ષામાં છે, રક્ષા કરે છે ને કરશે. ‘જેને જેનો આશરો તેને તેની લાજ,’ એવું સદાય રાખવું.