પત્ર : ૪૭
અ. મુ. નારાયણભાઈ તમને બાપાશ્રીનાં પ્રસાદી વચન લખે છે :
બાપાશ્રી કહે છે કે, ‘‘અમોએ તમોને મૂર્તિમાં રાખ્યા છે. અનાદિ મુક્ત મૂર્તિના સુખમાં સળંગ રહ્યા થકા રોમ રોમનાં નવીન નવીન સુખ લીધાં કરે છે. તેમને સુખની હદ નથી. સુખનું અપારપણું છે. આવા આશીર્વાદ વચનનું અનુસંધાન સદાય રાખ્યા કરવું. બાપાશ્રીની પ્રાપ્તિ બાપાશ્રીની કૃપાથી થઈ છે. પોતે કહે છે કે તમને કૃપાસાધ્ય પુરુષ મળી ગયા છે. તમને મુદ્દો મળ્યો છે. તમારે પ્રત્યક્ષ વાદળી છૂટી પડી છે. તમને સ્વામિનારાયણ ઢૂકડા થયા છે. આ સમે શ્રીજીમહારાજ અઢળક ઢળ્યા છે. ન્યાલકરણ ભગવાન આજ સૌને ન્યાલ કરે છે. એ જોગમાં તમે આવી ગયા છો.’’ આવાં વચનોનો અભિપ્રાય ચૈતન્યમાં ઉતારી અખંડ મૂર્તિરૂપ વર્તવું.