પત્ર : ૯૯
અનેક જન્મના સંસ્કારવાળાથી પણ આ કામ સહેલું થતું નથી, એ તો સંસ્કાર સાથે મૂર્તિના સંબંધવાળા મહામુક્તો મળે ત્યારે આ કામ સહેલું જણાય છે. આગળ ને અત્યારે આ ખરો નિર્ણય છે. મહારાજે મધ્ય પ્રકરણના ૨૧મા વચનામૃતમાં કલ્યાણને અર્થે ભગવાન અને મહામુક્ત સાધુ બે જ બતાવ્યા છે. બીજાં સાધન સહાયરૂપ ખરાં, પણ :
‘‘મોક્ષપતિ તો કુંવર ભક્તિ ધર્મના, હરિકૃષ્ણ નારાયણ નામ.’’ એ કારણમૂર્તિના સુખભોક્તા મુક્ત પણ એ જેવું જ કલ્યાણ કરે છે, કારણ કે તેમને કર્તાપણું મહારાજનું છે.