પત્ર : ૧૪૯
મહારાજે બધાને અનાદિ મુક્ત કર્યા છે, બહુ મોટી પદવી આપી છે.
‘‘રાંક ટાળીને રે કીધાં અમને રાજવી રે,
દીન ટાળી કીધા છે દાતાર.’’
એ ભણતર હજુ ક્યાં ભણ્યા છો ? ભણ્યા હશો તો ગણ્યા નહિ હો ? આપણા પર શ્રીજીમહારાજ અઢળક ઢળ્યા છે, આપણને ન્યાલકરણ મળ્યા છે, એવું બોલીએ છીએ તે સમજ્યા વિના બોલ્યા છે કે સમજીને ? આપણને તો મૂર્તિના પ્રતાપે :
‘‘અમૃતના સિંધું ઊલટ્યા રે, રંગડાની વાળી છે રેલ;
નો’તી દીઠી નો’તી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત.’’
આવું ગાતા ગાતા ગળું બેસી ગયું તોય તેનો કેફ આવ્યો કે કેમ ? તેનો હૃદયમાં તપાસ કરવાનો આ સમય છે.