પત્ર : ૧૫૧

વાંચતા હું વાંચું છું એમ સમજાય તો તે કથા નાની ગણાય, પણ શ્રીજીમહારાજ બોલે છે, મોટા મોટા સંતો તથા હરિભક્તો પ્રશ્ન પૂછે છે, તેના શ્રીહરિ પોતે ઉત્તર કરે છે - એવી દિવ્ય સભામાં આપણે બેઠા છીએ એમ જાણીએ તો દેહભાવને ઘસારો લાગે, પોતાને મુક્તપણું મનાય. શ્રીજીમહારાજનાં વચનામૃતો એવા મોટા મુક્ત માટે છે એમ જાણી આવી દિવ્ય કથા વાંચવી.