પત્ર : ૧૩

શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે કે મહાસમુદ્રમાં સો વરસ સુધી વહાણ ચાલ્યું જાય, પછી આગલો કાંઠો ન દેખાય, તેમ પાછલો કાંઠો પણ ન દેખાય, એને તો જ્યાં જુએ ત્યાં જળ જ દેખાય, તેમ મહામુક્તોને એક શ્રીજીમહારાજની મૂર્તિ દેખાય છે. સ્થાવર-જંગમ જ્યાં જુઓ ત્યાં મૂર્તિ દેખે છે.