પત્ર : ૧૫૦
વ્યવહારમાર્ગમાં રહી વ્યવહારથી જુદા રહેવું, ત્યાગવૃત્તિનો દેખાવ નહિ ને ત્યાગી જેમ રહેવું, એ મહારાજની દયા વિના બનતું નથી.
કથા-કીર્તનમાં મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખીને બધું કરવું, જેથી રળેલું ખજીને પડે. બહારવૃત્તિમાં કહેવા-સાંભળવાનું થાય પણ મૂર્તિમાં વૃત્તિ રહે નહિ, અને મૂર્તિમાં વૃત્તિ ન રહે તો ફળ કાંઈ ન થાય, દેહસ્વભાવ ટળે નહિ, ખરું જ્ઞાન થાય નહિ. આ ત્રણે બાબત મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના ૨૨, ૨૩ ને ૨૪મા વચનામૃતમાં સમજાવી છે, તેનું મનન કરવું.