પત્ર : ૧૮૧

જીવના મોક્ષ સાધનથી ન થાય. સાધન તો સાંસા ગોટીલા કહેવાય. બાપાશ્રી કહે છે કે સાધન પ્રસન્નતાના કરવા પણ તેનો ભાર ન રાખવો. કલ્યાણ તો કૃપાથી જ થાય, જીવને એમ ને એમ કલ્યાણ થાય તેમાં પૂરો વિશ્વાસ ન આવે, જેથી તેમની પાસે થોડુંક કરાવવા બનતાં સાધનો બતાવ્યાં, પણ સાધન તો કેવાં છે ? તો જેમ કોસ જોડીને વાડી કરે તો એક વાડી પલળે અને કૃપા તો વરસાદ વરસે તેવી. વરસાદ તો ચારે ખાણના જીવને સુખિયા કરે.