પત્ર : ૧૦૭

ભલામણ કરવા જેવી વાત તો શ્રીહરિની દિવ્યમૂર્તિમાં રાખવાની વૃત્તિ, તેને જતન કરીને વારંવાર પુષ્ટિ કરવી. સદાય તે મનોહર દિવ્ય મહારાજના સ્વરૂપરૂપી માળામાં રહેવું. સુખ તે ભોગવવા. આ લોક તેમાં વિઘ્નકારી છે. અનંતરૂપે વિઘ્ન કરે : દેહરૂપે, માબાપ - ભાઈ - ઘર - સ્ત્રી - પુત્ર - વ્યવહાર - લોક - મોટાઈ - આજીવિકા વગેરે રૂપે. વળી પંચવિષયના અનંત પદાર્થો હૃદયપ્રકાશ’માં જણાવેલા છે. તેને મૂર્તિમાં રહેવા માટે વિઘ્નરૂપ જાણીને દેહે વ્યવહાર કરતા થકા મનથી નિર્વાસનિક રહેવું. વાસના તો શ્રીજીની પ્રગટ મૂર્તિની. તેના લાડીલાને સેવવા તો પણ તેની પુષ્ટિ માટે, પ્રસન્નતા માટે એ કરવાનું.