સ્વામી-સેવક ભાવ

શ્રીજીમહારાજના સકામ ભક્ત બ્રહ્માથી લઈ અક્ષર સુધીની પદવીને પામે છે, અને નિષ્કામ ભક્ત પોતાની સમીપે પરમ એકાંતિક અથવા પોતાની મૂર્તિમાં રહેલા અનાદિ મુક્તની પદવીને પામે છે પણ ભગવાન શ્રી પુરુષોત્તમ જે એક જ છે તે ભગવાનની પદવીને તો કોઈ પણ પામી શકતા નથી. ને ભક્ત કોઈ દિવસ પોતાના સ્વામીની પદવીને ઇચ્છે જ નહિ.

શ્રી સ્વામિનારાયણ ભગવાન કૃપા કરીને અનાદિ મુક્તને રસબસ પોતાની મૂર્તિમાં જ નિમગ્ન-લુબ્ધ રાખે છે, જેમ દૂધમાં સાકર રહે છે તેમ. છતાં પોતે સ્વામી ને અનાદિ મુક્ત સર્વે છે ને સદા સાકાર છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાન એક જ છે, અને અનાદિ મુક્ત અનેક છે ને અનેક થાય છે ને અનેક થશે, તે સર્વેને સુખના દાતા છે અને અનાદિ મુક્ત સર્વે એ એક જ મૂર્તિના સુખભોક્તા છે.

- શ્રી અબજીબાપા