પત્ર : ૪૦
મારી વિશેષ ભલામણ એ છે કે સવાર-સાંજ ટાઇમ મળે તો પા-અર્ધો કલાક વચનામૃતનું તથા બાપાશ્રીની વાતોનું મનન કરવું. વૃક્ષને પાણી મળે તો નવપલ્લવિત રહે, તે રીતે આપણે ‘શ્રીજીમહારાજ તથા બાપાશ્રીની’ દિવ્ય વાણીરૂપ અમૃતનું પાન કરવાની ટેવ પાડી દેવી, જેથી એ દિવ્યમૂર્તિની અમૃત નજર રહ્યા જ કરે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે, ‘મારી વાણી તે મારું સ્વરૂપ છે’ એટલે મૂર્તિનાં દર્શને જેમ ચૈતન્યમાં દિવ્યભાવ આવે છે તેમ તેમના વચનરૂપ અમૃતપાનથી ખરું બળ આવે છે, તેથી આ લોકનાં કોઈ આવરણ નડી શકે નહિ.