પત્ર : ૬
અક્ષરધામની ભૂમિ સર્વત્ર તેજોમય છે. એ સ્થાનમાં તેજોમય મહારાજ અને મુક્ત બે જ વસ્તુ છે. મહારાજને ફરતા મુક્તો બેઠા છે. બધાને એકસરખાં દર્શન થાય છે, સુખ એક સરખું આવે છે. એ સભાને પરમ એકાંતિક નામે ઓળખાવેલ છે, અને બીજા મુક્તો મહારાજની મૂર્તિના આકારે સાથે રહ્યા છે, તેમને અનાદિ મુક્ત કહેલ છે, એ મુક્તો દેખાતા નથી, એ મુક્તોને મહારાજ જ દેખાય છે, એટલે તેમને મૂર્તિરૂપ કહેવાય છે. શ્રીજીમહારાજ ને આ અનાદિ મુક્તો રસબસભાવે ભેળા જ રહે છે, જેથી ઓતપ્રોત, તદ્રૂપ, તલ્લીન એમ કહી બાપાશ્રી સમજાવે છે. આ અનાદિ મુક્તને સર્વે ઠેકાણે મહારાજ દેખાય છે.