વાર્તા : ૧૦૬
0:000:00
મહારાજ પોતાના સુખે સુખિયા છે ને મુક્ત મહારાજના સુખે સુખિયા છે અને દેહ તો આ લોકની ચણ ખાવાથી સુખી છે, માટે આપણે તો આહાર જોઈને કરવો તો બળિયા થઈએ. આ સંસારરૂપ કડૈયું છે તેમાં માયારૂપી દેહનું વગળ કાઢવું છે તો તે કાઢીને મૂર્તિમાં જોડાવું. જે ઢેડવાડે રહેતા હોય તેને તો ગંધ ન નડે પણ બીજાથી એ ગંધમાં ન રહેવાય. તેમ આપણે દેહરૂપ ગંધમાં પડી ન રહેવું. જેને મહારાજનું સુખ મળ્યું હોય તેનાથી તો એ ગંધમાં રહેવાય જ નહિ. ॥ ૧૦૬ ॥