વાર્તા : ૯૪

0:000:00

કથા-વાર્તા ઝાઝી કરે, પણ આવી વાતનો મર્મ ન સમજે તો શું થાય? આપણે આવી વાતો કરીએ છીએ ને સાંભળીએ છીએ, તેણે કરીને શાંતિ કેવી થાય છે! પણ જો આવી વાત મૂકીને બીજામાં જોડાઈએ તો પાછા વળ્યા. જેમ ઘેરથી કોઈ પાછો વળે પછી તેને ક્યાં સુખ મળે? તેમ બીજે ક્યાંય મૂર્તિ વિના સુખ નથી. જ્યાં મહારાજની મૂર્તિ છે ત્યાં જ સુખ છે. સાત સમુદ્રની શાહી કરો ને પૃથ્વીમાં જેટલી વનસ્પતિ છે, તેની કલમો કરો અને લખવા માંડો. પછી તે શાહી ખૂટી જાય. કલમો ઘસાઈ જાય તો પણ મહારાજના મહિમાનો પાર ન આવે. ॥ ૯૪ ॥