વાર્તા : ૧૭૫
સ્વામીશ્રી કહે વચનામૃતમાં મહારાજે પોતાની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાની આજ્ઞા કરી છે તે માટે એ મૂર્તિનું મનન કરવું, મૂર્તિરૂપ ચિંતામણિનું ચિંતવન કરવું એ પહેલો પાઠ જાણવો અને મ. પ્ર. 13મા વચનામૃતમાં તેજના સમૂહને મધ્યે શ્રીજીમહારાજ સદાય બિરાજે છે. એ મૂર્તિને ફરતા મુક્ત મંડળ ભરાઈને બેઠા છે. તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ મહારાજે કહ્યું છે. તે પ્રમાણે અખંડ અનુસંધાન રાખવું અને સર્વે વાતમાં એ વાતનું બીજ લાવવું તથા દેહ રહે ત્યાં સુધી એ વાત કરવી અને ભાગવતીતનું એ એટલે મૂર્તિરૂપ થયા પછી પણ એ જ વાત કરવાની છે એમ વર્તવાનું તાન રાખવું એ બીજો પાઠ જાણવો અને છે. પ્ર. 39મા વચનામૃતમાં આત્મા પરમાત્માનો વેગ લગાડી દેવાનું કહ્યું છે એ વાતનો વેગ લગાડવો. આ વાત રગરગમાં ઉતારવી, આ ત્રીજો પાઠ જાણવો. આવું ભણતર ભણે તેને શ્રીજીમહારાજ દયા કરી પોતાની મૂર્તિમાં રાખે છે. શ્રીજીમહારાજના આશ્રિત સર્વને આવું ભણતર ભણી મોક્ષ માર્ગ સિદ્ધ કરી લેવો. ॥ ૧૭૫ ॥