વાર્તા : ૧૮

0:000:00

એક હરિભક્તે પૂછ્યું જે સ્વામી! મહારાજનું તેજ જે અક્ષરધામ કે જેને વિશે શ્રીજીમહારાજ સદા વિરાજમાન છે તે સ્વરૂપ અને બીજે રૂપે જે સેવામાં રહે છે તે કેમ સમજવું? ત્યારે સ્વામી બોલ્યા જે મૂર્તિને અને તેજને કાર્યકારણભાવ છે પણ સ્વામીસેવકભાવ નથી, કેમ કે મૂર્તિ અને તેજનું અભેદપણું છે અને બીજે રૂપે ઉત્પત્યાદિક કરે છે તે સેવા કહી છે, પણ બીજી સેવા નહિ. આ વાત બાપાશ્રીએ 2. પ્ર. વચનામૃતમાં અને પોતાની વાતોમાં બહુ રીતે સમજાવી છે. ॥ ૧૮ ॥