વાર્તા : ૧૨૩
0:000:00
માયામાંથી તથા ઐશ્વર્યમાંથી રાગ ટાળીને એક મૂર્તિમાં જ જોડાય તેને મહારાજમાં જ સારપ મનાણી. તે સર્વથી મુકાઈ ગયો. પછી પુરુષોત્તમરૂપ થયો એટલે પૂરું થયું. જેમ સાધુ થાય તેને ગૃહસ્થાશ્રમમાંથી નોખા પડ્યા પછી એમ સમજાય કે આપણને મહારાજે મૂર્તિમાં રાખ્યા છે એટલે મહારાજને પોતાનું સ્વરૂપ મનાણું ત્યારે વર્ણાશ્રમમાંથી નોખા પડ્યા. એટલે પ્રથમ સત્સંગી થયો તે ફેરવ્યા પછી સાધુનો ઠરાવ થયો. પછી પોતે પુરુષોત્તમરૂપ મુક્ત થયો એટલે તેને દેખાવ મહારાજનો રહ્યો. બીજાને તો એમ ને એમ દેખાય, પણ મૂર્તિમાં રહેનારો શું દેખે? એ તો એક મહારાજ જ દેખે. એમ ઠરાવ ફેરવી નાખવા એટલે સત્સંગ પૂરો થયો જાણવો. ॥ ૧૨૩ ॥