વાર્તા : ૬૧
જીવને 'હું'રૂપી બિલાડો કોઠલામાં બેઠો છે ત્યાં સુધી ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિ માલ નહિ રહે, કેમ કે તે તો માંહી બેઠો બેઠો ખાધા જ કરે, પછી શું રહે? માટે 'હું'રૂપી બિલાડો કાઢવો, તો મહારાજના પ્રસન્નતારૂપ ગુણ જે દૂધ, દહીં, ઘીને ઠેકાણે છે તે રહેશે. અજ્ઞાનીનું તો શું થાય? તેનો તો કોઠલો જ ખાલી છે. જ્ઞાનીને તો ધર્મ જ્ઞાનાદિક માલ છે તે ખાઈ જાય માટે જરૂર કાઢવો. તે ક્યારે જાય? તો મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે એમ મહારાજનું કર્તાપણું મનાય અને પોતાનું કર્તાપણું ટળે, એવા ભક્ત પુણ્ય પાપને ટાળીને ભગવાનના સાર્ધમ્યપણાને પામે કે તુરત એ 'હું'રૂપી બિલાડો ટળી જાય છે, માટે ભગવાનમાં જોડાવું. અને નવધા ભક્તિ કરતાં કરતાં પ્રેમલક્ષણા ભક્તિ આવે ત્યારે મૂર્તિ સિદ્ધ થાય, માટે ખટકો રાખી કરી લેવું. ॥ ૬૧ ॥