વાર્તા : ૨૪

0:000:00

સોમા ભક્તે પ્રશ્ન પૂછ્યો જે, અક્ષરને મહારાજનાં દર્શન કેવી રીતે થતાં હશે? ત્યારે સ્વામી કહે એમને તેજનાં કિરણો દ્વારા દર્શન થાય પણ વ્યતિરેક મૂર્તિનાં દર્શન ન થાય. જેમ સૂર્યચંદ્રનો પાણીના કુંડમાં આભાસ પડે છે તેમ. પણ તે આભાસે કરીને રાત્રિ ન ટળે, તેમ જ તેનાથી સર્વ ઔષધિનું પોષણ પણ ન થાય. એ રીતે અક્ષરને તેજ દ્વારે દર્શન છે અને આ સત્સંગમાં તો પંચવર્તમાને યુક્ત છે તે સૌને વ્યતિરેક મૂર્તિનો સંબંધ છે.

મહારાજે આપણને મુક્ત કરી મૂર્તિમાં રાખ્યા પછી મુક્તને રહ્યાનું સ્થળ મૂર્તિ જ છે, તેથી જે મુક્ત મૂર્તિમાં રહ્યા છે તે એમ જાણે કે બીજા પણ મુક્ત થઈને મૂર્તિને પામે છે. ॥ ૨૪ ॥