વાર્તા : ૮૫

0:000:00

કોઈ જાણે મેં ઉત્તમ પ્રકારના થાળે કરીને તથા સારાં સારાં વસ્ત્રે કરીને મહારાજને સુખિયા કર્યા, પણ તે એમ જાણતો નથી કે મહારાજ તો પોતાના સુખે સુખિયા છે. જેમ કોઈ મોટો શેઠિયો હોય, તેને ઘેર માણસો થાપણ મૂકવા જાય છે; તો શું થાપણે કરીને એ શેઠિયો થયો છે? ના, ના. એ તો પ્રથમથી જ શેઠિયો છે. બીજાની થાપણ રાખી તે તો તેનો એને ભાર જાળવવાનો છે. તેમ મહારાજને તો આપણું બધું ય જાળવવાનું છે. ॥ ૮૫ ॥