વાર્તા : ૧૩
0:000:00
મહારાજ પોતાના સુખે સુખિયા છે, અને મુક્ત મહારાજના સુખે સુખિયા છે અને ભક્ત પણ જે જે સેવા કરે છે તે પોતાને વાસ્તે કરે છે, કેમ કે સેવાથી મહારાજની પ્રસન્નતા થાય છે. પછી સેવાનું ફળ જે પોતાની મૂર્તિનું સુખ તે મૂર્તિમાં રાખીને આપે છે, પણ એ સેવાને મહારાજ પોતે વાપરતા નથી; સેવા કરનારને જ સુખરૂપે કરીને આપે છે માટે સૌ પોતપોતાને વાસ્તે જ કરે છે. ॥ ૧૩ ॥