વાર્તા : ૧૭
0:000:00
શ્રીજીમહારાજ તેજને મધ્યે બિરાજે છે એમ કહ્યું છે. એ તેજ તે શું? એમ કહીને સ્વામીશ્રી બોલ્યા જે મહારાજની મૂર્તિનું તેજ જેને અક્ષરધામ કહે છે તે. અનાદિમુક્તને તો મૂર્તિ એ જ અક્ષરધામ છે. માટે મૂર્તિ આવી એટલે સર્વ આવ્યું, એમ જાણી મૂર્તિને મૂકી તેજને ઇચ્છવું નહિ. આ જીવ આદિ સૃષ્ટિથી ભક્તિ કરતા આવે છે અને ધોવાતા જાય છે એમ અનંતવાર ભક્તિ કરતાં કરતાં ચોખ્ખા થાય છે. એટલે જન્મ-મરણ રૂપી મેલ જાય છે પછી એ મૂર્તિને પામે છે. ॥ ૧૭ ॥