વાર્તા : ૧૨૮

0:000:00

અમારે સાધુ થવું છે એવો ઠરાવ હતો તો થઈ જવાણું. તેમ આપણે મહારાજનો યોગ કરીને મહારાજ પામવા છે એવો ઠરાવ હોય તો પમાય પણ જેને કાંઈ ઠરાવ જ નથી તેનાથી શું પમાય? કાંઈ ન પમાય. ખાખરિયામાં એકલા ખાખરા હતા, પણ ખેડુ મંડ્યા તે કાઢીને ખેતર કર્યાં, તે કેવું પાકે છે? માટે ખરો થાય ને મંડે તો પાર પડી જાય. ॥ ૧૨૮ ॥