વાર્તા : ૨૮
કેટલાક કહે છે કે આ ચિત્ર પ્રતિમા સારી છે, આમાં ભાવ સારો આવ્યો છે. એમ કેવળ બોલવાથી સુખ શું મળે? પણ જો મહિમા જાણી તેમાંથી પ્રતિમા ભાવ ટાળી મૂર્તિના સુખમાં ઊંડો ઊતરે તો મૂર્તિમાં ફરરર ફરરર સુખ છૂટે છે તેમાં લુબ્ધ થવાય, એટલે સુખનો પાર રહે નહિ; કેમ કે સુખનું કારણ તો મૂર્તિ છે અને તે સાથે જ છે. તેથી મૂર્તિના સુખમાં ટકાય તો લાભ મળે. એ અવિનાશી સુખને કોઈની ઉપમા દેવાય નહિ. એ સુખમાં જોડાવાય તે જ ભક્તિ છે. મોટા તો એ સુખમાં જોડાઈ જાય તો પાછા આવે જ નહિ એવું એ સુખ છે. સ્વામી શ્રી નિર્ગુણદાસજીએ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે, સ્વામી! તમે બીજાને સમાધિ કરાવો છો, તેમ મને પણ સમાધિ કરાવો તો ઠીક. ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે તમોને ઓરી સમાધિ કરાવાય નહિ; અને જો ઠેઠની સમાધિ કરાવીએ તો તમે પાછા આવો નહિ. તેથી અહિ ઘણા જીવોનો તમારાથી સમાસ છે તે બંધ થઈ જાય. માટે તમોને સમાધિ કરાવતા નથી. એમ મોટા મુક્ત સુખમાં જોડાઈ જાય તો પાછા આવે જ નહિ. ॥ ૨૮ ॥