વાર્તા : ૭૦

0:000:00

કાણોતરમાં બાપુભાઈ હતા તેમણે બાપાશ્રીને બહુ રાજી કર્યા હતા. તેમને કોઈક સંતે સભામાં પરોક્ષનાં દૃષ્ટાંત દઈને વાતો કરવા માંડી. ત્યારે બાપુભાઈ બોલ્યા કે સ્વામી! આપણા ઘરની વાતો કરજો. બીજા કોઈકનાં બારણાં ઠેલશો નહિ. તે કેવી ચોખ્ખી સમજણ કહેવાય? માટે આપણે પણ મૂર્તિ વિના બીજું કાંઈ સંભારવું નહિ. એ બાપુભાઈના પિતા બોઘાભાઈ પંચાતિયા હતા, પણ આ વાત સમજાણી એટલે પંચાત પડતી મૂકી; પછી તો વગડે ને વગડે રહી ધ્યાન કરતા, તેમ આપણે કરવું. ॥ ૭૦ ॥