વાર્તા : ૧૨
0:000:00
સ્વામીએ રામપુરવાળા દેવરાજભાઈને પૂછ્યું જે સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ તેને જાણો છો? ત્યારે તે કહે બરાબર ખબર નથી; આપ દયા કરીને સમજાવો. પછી સ્વામીશ્રી બોલ્યા જે આ દેખાય તે સ્થૂળ, ઘાટ સંકલ્પ થાય તે સૂક્ષ્મ, માયિક પદાર્થના અવ્યક્ત રાગ રહે તે કારણ અને ઐશ્વર્યના રાગ રહે અથવા સારપ્ય મનાય તે મહાકારણ કહેવાય. ॥ ૧૨ ॥