વાર્તા : ૯૭

0:000:00

મહારાજની મૂર્તિને જે પામ્યા હોય તે તો સત્સંગમાંથી ક્યારેય પાછા વળે જ નહિ. તે પાછા વળ્યા ક્યારે કહેવાય? તો મૂર્તિ વિના બીજામાં માલ રહી જાય તો પાછા વળ્યા કહેવાય અને જે પાછા વળે છે તે તો મૂર્તિને પામ્યા જ નથી. જ્યારે મૂર્તિમાં ટકાય ત્યારે સુખ આવે અને ત્યારે જ ઉપશમ થાય. પછી તેને મૂર્તિ વિના બીજું કાંઈ નજરમાં જ ન આવે અને વર્તમાન પણ ત્યારે જ પળે. તન, મન, ધન, અર્પણ કર્યા પછી પોતાનાં રાખવાં નહિ. જો દેહરૂપે વર્તાય અથવા ભગવાન વિના સંકલ્પ થાય કે ભગવાન વિના બીજી કોઈ જાતની વાસના રહે કે ઐશ્વર્યમાં રાગ રહે તે વર્તમાન પાળ્યાં કહેવાય નહિ. ॥ ૯૭ ॥