વાર્તા : ૭૧

0:000:00

ભગવાનના ભક્તને આળસ અને પ્રમાદ એ બે નડે છે. તે પ્રમાદ શું? તો કરવાનું ન કરે અને ન કરવાનું થાય. તે માટે આળસ, પ્રમાદ ન રાખવા. અને મૂર્તિમાં રહેવું, એ કરવાનું છે તે કરવું, પણ જીવ એ ન કરે અને ઘાટ સંકલ્પ કર્યા કરે. તેણે કરીને મહારાજ રાજી ન થાય, માટે સાવધાન રહેવું. ॥ ૭૧ ॥