વાર્તા : ૯૯
0:000:00
સ્વામીએ વાત કરી જે, અમો કચ્છમાંથી આ તરફ આવતાં ગાંગુદડથી રણમાં ચાલ્યા ત્યારે સાથે ભોમિયો લીધો. તે 'ધ્રુવ' તારાની સુરતે સુરતે ચાલ્યો જાય. તેની વાંસે વાંસે અમો ચાલતા હતા તો કાંઠે અવાણું, પણ જો ભોમિયાનો વિશ્વાસ ન હોય તો શી રીતે રણ ઊતરાય? તેમ જ મૂર્તિના અખંડ સાક્ષાત્કારવાળા હોય તે જેનાં દર્શન સમાગમે સંકલ્પ વિકલ્પ ટળી શાંતિ શાંતિ થતી હોય એવા સત્પુરુષનો સંપૂર્ણ વિશ્વાસ હોય તો આ દેહરૂપ રણમાંથી મૂર્તિરૂપ કાંઠે લઈ જાય. માટે એવાનો વિશ્વાસ રાખીને યોગ કરવો તો પૂરું કરી દે. ॥ ૯૯ ॥