વાર્તા : ૫૪

0:000:00

ऋते ज्ञानान्न मुक्तिः ॥ એ શ્લોકમાં જ્ઞાનનું મુખ્ય કામ પડે એમ કહ્યું છે, માટે જ્ઞાન જોઈએ. દુઃખનું જ્ઞાન હોય તો ય સાંભરી આવે કે આ જગ્યાએ દુઃખ પડ્યું હતું, તેથી ત્યાં જવાનું મન પણ ન થાય. ત્યારે આ તો સુખનું જ્ઞાન છે તે કેમ ભુલાય? ન જ ભુલાય? હવે એ સુખ કેમ સંભારવું! તો મહારાજ તથા મોટા મુક્ત અહીં જમતા, પ્રસાદી દેતા, મળતા એ બધું સુખ જાણી સંભારવું અને તેનું જાણપણું રાખવું. કેટલાક શરીર સારું રાખવા ખાધાપીધામાં કેવો ખટકો રાખે છે, કે આ કાચું હશે તો મને નહિ પચે! એ વિચારે તે હળવે હળવે ચાવીને ખાય છે તેમ સુખ લેવામાં પણ બહુ જાણપણું રાખવું જોઈએ. કેટલાક તો મોટાને માથે નાખી દે છે જે એ આપણું પૂરું કરશે. તે મોટા તો પૂરું કરે, પણ જો તેમની મરજી પ્રમાણે વર્તે તો; પણ મનને મતે વર્તતો હોય તો મોટા તેનું શી રીતે પૂરું કરે? માટે વિચારનું બળ રાખવું, નોરમાં રહેવું.

સત્સંગમાં કહેવાય છે કે સિદ્ધાંત હાથ રાખવો તો કાંઈ વાંધો રહે નહિ. તે સિદ્ધાંત શું? તો મહારાજ અને મુક્ત. એ બે સાથે હોય તો કામ થઈ જાય. કાંઈ બાકી ન રહે. સમજનારને એમ જણાય કે મહારાજ બોલે છે, વાતો કરે છે અને મુક્ત તો મૂર્તિમાં જ રહે છે. એમ સર્વ ક્રિયામાં મહારાજ દેખાય તો સંપૂર્ણ સુખ આવે. ॥ ૫૪ ॥