વાર્તા : ૫૭
0:000:00
પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે બ્રહ્મજ્ઞાની તો જળે પાષાણવત્ લીન છે. તેને તેટલું સુખ ગણાય કે કેમ? ત્યારે સ્વામી બોલ્યા જે અનાદિમુક્તની દૃષ્ટિએ તો એક મહારાજના સુખ વિના બીજું કાંઈ સાચું જ નથી. એટલે બીજા કોઈ માર્ગમાં સુખ છે જ નહિ એમ જાણવું અને એમ સમજે ત્યારે જ એક વૃત્તિ રહે અને મૂર્તિનું સુખ આવે. ॥ ૫૭ ॥