વાર્તા : ૩૫

0:000:00

આપણે મોટા મુક્ત તથા સંત હરિભક્ત એ બધાયને ઘરના જાણવા, કેમ કે બધાયમાં કર્તા એક મહારાજ છે; તેથી તેમને સેવાએ રાજી કરવા. આ સત્સંગરૂપ બગીચો શ્રીજીમહારાજનો કરેલો છે તેની પુષ્ટિ કર્યા કરવી. જેમ બગીચામાં કોઈ નવાં નવાં ઝાડ નાખે તેણે બગીચાની પુષ્ટિ કરી કહેવાય તેમ શ્રીજીમહારાજની પ્રસન્નતા માટે જે કાંઈ સેવા થાય તે સત્સંગરૂપ બગીચાની સેવા કરી કહેવાય. ॥ ૩૫ ॥