વાર્તા : ૧૨૭
દેહ બાળી નાખો કે સુકાઈ જાઓ પણ મહારાજને અને મોટા મુક્તને રાજી કર્યા વિના, 'મને મહારાજે મૂર્તિમાં રાખ્યો છે.' એ ભાવ ન આવે. આવી સમજણ જેને હોય તે સાંખ્ય, અને સાંખ્ય તે આંખ્ય કહેવાય. માટે અહિ સાંખ્ય થયો તે મહારાજના ભેગો થયો. પછી મહારાજ જાણે એટલું એ જાણે એટલે મૂર્તિ જેવો દિવ્ય થયો, તે ખરો સાંખ્ય કહેવાય. જેના અંતરમાં ઉછરંગ હોય, તેના ઉપર મોટા મુક્ત રાજી થઈ જાય છે. તેથી એનો સત્સંગ દિવસે દિવસે વધતો જાય છે. જે ખપવાળો હોય તે તો એવા મોટાના જોગ સમાગમે આનંદ પામે છે, માટે ખપ કરવો. જેને ખપ ન હોય તે તો મોટા મોટાને વિષે ખોટ્યો કાઢે છે તેણે કરીને પોતાને આગળ જવાતું નથી ને બીજાને પણ એ અંતરાયરૂપ થાય છે. માટે મોટાને જોગે સત્સંગ વૃદ્ધિ પમાડવો અને મૂર્તિના સુખનું જાણપણું રાખવું. ॥ ૧૨૭ ॥