વાર્તા : ૧૧૨

0:000:00

સ્વામી કહે પાટડીવાળા લવજીભાઈ મારી પાસે વર્તમાન ધરાવવા આવ્યા. પછી મેં પૂછ્યું કે વર્તમાન ધરાવીને શું કરશો? તો કહે જીવનું કલ્યાણ કરશું. પછી કહ્યું કે તમો અમદાવાદમાં મહારાજની મૂર્તિ છે તેને દેખો છો? ત્યારે કહે હા. પછી મેં કહ્યું કે તે મૂર્તિ તો વડોદરે કારીગર પાસે કરાવી છે તેમ તમારે કોઈ પાસે કરાવવી છે? તો કહે તમે દયા કરીને કરજો. ત્યારે મેં કહ્યું કે લ્યો! એમ ધારો કે એ મૂર્તિ અમદાવાદથી ચાલીને ગાડીમાં બેસીને વિરમગામ થઈને અહીં આવી, પછી મંદિરમાં આવી, હવે તમારા હૃદયમાં જુઓ. ત્યારે થોડી વાર ધ્યાન ધરીને કહે હા, હવે બરાબર દેખાય છે ને બીજે રૂપે મહારાજ ત્યાં પણ રહ્યા છે. પછી મેં પૂછ્યું કે આંખે દેખો છો? તો કહે હા. પછી કહ્યું માંહી જુઓ. ત્યારે વળી થોડી વાર ધ્યાન કરીને બોલ્યા જે માંહી પણ દેખાય છે ને દેહ તો મંદિર જેવડો થઈ ગયો અને હું હવે મહારાજની સમીપે જ છું. પછી કહે મને તમોએ મૂર્તિ કરી દીધી. એમ કહીને બહારવૃત્તિથી દેખાતા દેખાતા દિવ્ય દૃષ્ટિ થઈ ગઈ. આમ વર્તમાન ધરાવતાં તુરત કામ થઈ ગયું. ॥ ૧૧૨ ॥