વાર્તા : ૧૦૭

0:000:00

જ્યાં ભગવાન હોય ત્યાં સુખશાંતિ હોય. ચોમાસામાં બધે ય લીલું થઈ રહે છે, જેઠ માસમાં એવું ન હોય, તેમ મહારાજ પાસે બધું ય છે. મહારાજે મૂર્તિમાં રાખ્યા પછી એમ જણાય કે દેહ છે જ નહિ. એક મહારાજ જ છે અને ક્રિયા તો એમની મરજી હોય તો તેમ થાય. એમને જેમ ચલાવવું હોય તે ચલાવે પણ તેનું એને કાંઈ નહિ. તેમ આપણે પણ મૂર્તિમાં જ રહેવું. કેમ કે આ લોકને પાર નહિ આવે. માટે બીજું બધું પડ્યું મૂકીને આ કામ કરી લેવું. ॥ ૧૦૭ ॥