વાર્તા : ૪૬
0:000:00
ચરાડવામાં દરબાર વિભોજીભાઈ હતા, તેમણે સદ્. અવદાતાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવ્યાં અને મહિમાની વાતો સાંભળી. પછી તો એવો કેફ આવી ગયો તે જાણે પૃથ્વીએ પગ જ મંડાતા નથી, અધ્ધર ઉડાય છે. માટે એવા આપનાર અને લેનાર જોઈએ તો તરત દિવ્યભાવ આવી જાય, પણ લોચાપોચાથી કાંઈ ન બને. ॥ ૪૬ ॥